Wednesday, September 30, 2009

મારા….તમારા….

સવાર તમારી….
દિન તમારો….
રાત તમારી….
પણ તમે મારા….
કળી તમારી….
ફુલો તમારા…..
સુગંધ તમારી….
પણ બાગ મારા….
મહેફીલ તમારી….
પરવાના તમારા….
શમા તમારી….
પણ કાવ્ય મારા….
મુશ્કાન તમારી….
પ્રેમ તમારો….
ખુશી તમારી……
પણ હ્રદયમા તમે મારા….

LIVE THE LIFE

બને તો આપબળથી તું તરી જા તારો ભવસાગર,
કિનારા પર ડુબાડે છે, ઘણાએ તારનારાઓ.
બધાએ જીતનારાઓ વિજેતાઓ નથી હોતા,
જીવનમાં દાવ જીતે છે ઘણાએ હારનારાઓ !

મમતા

મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ...