Tuesday, August 25, 2009

"બેફામ''


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે !!

બેફામ

જીવનની બારાક્ષરી

ક – કહે છે કલેશ ન કરો.

ખ – કહે છે ખરાબ ન કરો.

ગ – કહે છે ગર્વ ન કરો.

ઘ – કહે છે ઘમંડ ન કરો.

ચ – કહે છે ચિંતા ન કરો.

છ – કહે છે છળથી દૂર રહો.

જ – કહે છે જવાબદારી નિભાવો.

ઝ – કહે છે ઝઘડો ન કરો.

ટ – કહે છે ટીકા ન કરો.

ઠ – કહે છે ઠગાઇ ન કરો.

ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.

ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.

ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.

થ – કહે છે થાકો નહીં.

દ – કહે છે દીલાવર બનો.

ધ – કહે છે ધમાલ ન કરો.

ન – કહે છે નમ્ર બનો.

પ – કહે છે પ્રેમાળ બનો.

ફ – કહે છે ફુલાઇ ન જાઓ.

બ – કહે છે બગાડ ન કરો.

ભ – કહે છે ભારરૂપ ન બનો.

મ – કહે છે મધૂર બનો.

ય – કહે છે યશસ્વી બનો.

ર – કહે છે રાગ ન કરો.

લ – કહે છે લોભી ન બનો.

વ – કહે છે વેર ન રાખો.

શ – કહે છે કોઇને શત્રુ ન માનો.

સ – કહે છે હંમેશા સાચુ બોલો.

ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.

હ – કહે છે હંમેશા હસતા રહો.

ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.

જ્ઞ – કહે છે જ્ઞાની બનો

ખુદા નો રહેમ

તમે પૂછશો નહી કે અમને કેમ છે?

અમે સારા છીએ એ તમારો વહેમ છે,

બરબાદ તો થઈ ગયા હતા પ્રેમ મા,

પણ થોડો અમારા પર ખુદા નો રહેમ છે

Monday, August 24, 2009

હસ્યા હતા એ જ તો મારી પળો છે

વીસરાય કેમ ક્ષણો એ જ તો મારી પળો છે

હસાવવા જતા હતા જ્યારે ઉદાસ દિલોને

રડવાનુ ભુલી જતા એવી મારી પળો છે

મળતાની સાથે આપીયે છીએ બધા હક્કો

જીવાડે છે એ જ તો સંબધોની પળૉ છે

શું આપી શકવાના કોઇને નવુજીવન

ધુળ માત્ર છીએ નિશિત આ જેની પળો છે